હળવદ પંથકના કિડી, ટીકર, ખોડ સહિતના રણ વિસ્તારમાં નર્મદાનુ પાણી ઘૂસતા વેડફાટ થઇ રહેલ પાણી અગરીયાના મિઠાના પાટા સુધી પહોચ્યું છે જેને લઈને અગરીયાઓને આર્થિક નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે.
કેનાલમાંથી વેડફાટા મહામુલા પાણી રણમા ભરાવાનો સીલસીલો આગામી સમયમાં અટકશે નહીં તો મિઠા પાટા પાણીમા ગરકાવ થઈ જશે જેના પરિણામે અગરીયાઓની મહેનત એળે જાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ પ્રશ્નને લઈને અગરીઆ ભાઈઓની પરેશાની પારખી અગ્રણી પપ્પુભાઇ ઠાકોરે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.