Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ૧૦૫ બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો: બે ના નામ ખુલ્યા

મોરબીમાં ૧૦૫ બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો: બે ના નામ ખુલ્યા

મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્કમા આરોપી આ રહેણાક મકાનમાં પોલીસે બાતમીને આધારે રેઇડ પાડી ૩૧ હજાર ઉપરાંતની કિંમતની દારૂની ૧૦૫ બોટલના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના માધાપર શેરી નં. ૧૫ માં રહેતો આરોપી સલીમ હારૂનભાઈ રાઉમા તથા મનોજભાઈ બાવાજી (રહે.ઉમીયા પાર્ક વાવડી રોડ મોરબી) બન્ને આરોપી મનોજભાઈ બાવાજીના મકાનમા ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી ગેરકાયદે દારૂનું વેચાણ કરતા હોવાની પોલીસને બાતમી મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તાત્કાલિક બાતમી સ્થળે દરોડો પાડ્યો હતો.આ દરમિયાન આરોપી સલીમ હારૂનભાઈ રાઉમા રંગેહાથ ઝડપાયો હતો.જેને લઈને પોલીસે વિદેશી દારૂની ઈમ્પેરીયલ્સ વેટ નં .૧ પ્રીમીયમની ૭૦ બોટલ કિ.રૂ .૨૧૦૦૦ તથા રોયલ બ્લેક એપલ વોડકાની ૩૫ બોટલ કિ.રૂ .૧૦૫૦૦ સહિત કુલ ૧૦૫ બોટલ કુલ કિંમત ૩૧૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો વધુમાં આરોપી મનોજભાઈ બાવાજી તથા વિદેશી દારૂનો જથ્થો આપનાર આરોપી વિપુલભાઈ વિજભા ગઢવી હાજર ન મળતા પોલીસે બન્ને ફરારી જાહેર કરી ત્રણેય ઈસમો વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!