ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મજયંતિનો ત્રિદિવસીય કાર્યક્રમનો આવતીકાલે બીજો દિવસ છે ત્યારે આ કાર્યક્રમમાં આવતીકાલે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ હાજરી આપીને સંબોધન કરશે તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ યોગગુરુ બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય ઉપસ્થિતિ રહેશે…
ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતિ નિમિતે ત્રી દિવસીય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આવતી કાલે બીજા દિવસે વડા પ્રધાન વર્ચ્યુઅલ હાજરી આપી સવારે ૧૧:૩૦ વાગ્યે સંબોધિત કરશે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા યોગગુરુ બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. બપોરે ૨:૩૦ કલાકે ધર્મસભાનુ આયોજન કરાયું છે. જેમાં યોગગુરુ બાબા રામદેવ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ ઉપસ્થિત રહી ઉદબોધન કરશે. ધર્મસભા સંપન્ન થયા બાદ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે.