વાંકાનેરના જાલસીકા ગામમાં દીપડાની લટાર વધી છે.પહેલા દીપડાઓ મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતો હતો.પણ હવે સાંજના સમયે પણ દીપડાની રહેણાંક વિસ્તારમાં હાજરી ચિંતા ઉપજવનારી છે. તેમજ દીપડાએ પાંચ મહિનામાં ૪ પશુનું મારણ કર્યું હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી અનુસાર, વાંકનેર તાલુકાના જાલસીકા ગામમાં અવારનવાર દીપડા આંટાફેરા મારતા હોવાના સામે આવી રહ્યા છે. જેમાં પ્રથમ વખત તારીખ ૦૫/૧૨/૨૦૨૨ના રોજ વાડીમાં દીપડાને જોવામાં આવ્યો હતો. જ્યાં તેણે એક ગાયનું મારણ કર્યું હતું. જે બાદ તારીખ ૨૧/૦૪/૨૦૨૩ના રોજ રાત્રીના સમયે દીપડાએ દીપડાએ ફરી આવી ધમકી બે વાછરડાનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય હે કે, દુઝણી ગાયના બે વાછરડાંનું દીપડાએ મારણ કરતા ગાય માતાએ દૂધ આપવાનું પણ બંધ કરી દીધું હતું. દીપડાએ કુલ 3 પશુનું મારણ કર્યું હતું. દીપડાના વધતા મારણના બનાવો બાદ પશુપાલકોએ પશુઓને વાડીએ રાખવાનું બંધ કરી દીધુ હતું.જે બાદ આજ રોજ સવારે હેમંતભાઈ ડાંગરની વાડીએ પશુઓ લઇને આવ્યા હતા. તેના થોડા જ સમયમાં ફરી દીપડાએ દેખા હતા. જેન લઈ પશુઓમાં નાશભાગ થતા માલધારીઓ પણ ચિંતા તુર થયા હતા. તેમજ આજે દીપડાએ એક ગાયનું મારણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. તો જાલસીકા ગામ નજીકથી વન વિભાગે પીંજરું મુકીને એક દીપડાને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી હોવાની માહિતી અધિકારી પાસેથી મળી હતી. તો હાલમાં આજે સવારે દીપડાએ કરેલ મારણ મામલે વન વિભાગના અધિકારી પ્રતીક નારોડીયા તેમની ટીમ સાથે હેમંતભાઈની વાડીએ પહોંચ્યા હતા અને તપાસનો દોર ચલાવ્યો હતો.