વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કેરાળા ગામે અમુક ઈસમો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે રેઇડ કરતા જ્યાં કેરાળા ગ્રામ પંચાયતના પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા શાહરુખભાઇ મજીદખાન પઠાણ ઉવ.૩૧, ગુલામભાઇ રસુલભાઇ માથકીયા ઉવ.૪૦, મામદભાઇ ઉસ્માનભાઇ મેસાણીયા ઉવ.૩૭ તથા લિયાકતભાઇ યુનુશભાઇ માથકીયા ઉવ.૨૮ તમામ રહે.કેરાળા તા.વાંકાનેરવાળાને રોકડા રૂ.૫,૪૫૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









