ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કર્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોવિડ -19 દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. જો કે મોરબીમાં હાલ કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં કોરોનના કુલ 07 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે 9 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં આરોગ્ય તંત્ર દ્વારા આજે 678 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 શંકાસ્પદ દર્દીઓ પોઝીટીવ આવ્યા છે. જેમાં મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના 4 તો શહેરનો 1 વ્યક્તિ તેમજ હળવદ શહેરનો 01 અને ટંકારા ગ્રામયાનો એક વ્યક્તિ કોરોના સંક્રમિત થતા તમામને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જયારે છેલ્લા 24 કલાકમાં મોરબીના 8 અને હળવદનો 1 મળી કુલ 9 લોકો સ્વસ્થ થતા તેઓને કોરોના નેગેટિવ જાહેર કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબીમાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં 34 પર પહોંચી છે.