મોરબી જિલ્લામાં પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવાના બહાને પિતા-પુત્રોએ દસ લાખ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે યુવાનના પિતાએ બાંટવા પોલીસ મથકમાં બન્ને થાગબજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની વિગત અનુસાર માણાવદર તાલુકાના કોડવાવના ગામે રહેતા રસીકભાઇ ડાયાભાઇ ભીમાણીના મોરબી ખાતે રહેતા પુત્ર ધવલભાઈના પત્ની પ્રિયાબેનને પીજીવીસીએલમાં ક્લાર્ક તરીકે કાયમી નોકરી અપાવી દેવાની લાલચ આપી કોડવાવ ગામના જ મીતલ ધીરૂભાઇ કુંડારીયા અને ધીરૂ બાબુભાઇ કુંડારીયા નામના પિતા-પુત્રએ
રોકડા રૂપિયા 10 લાખ રૃપિયા ખંખેરી લીધા હતા.
વધુમાં પીજીવીસીએલમાં મિત્તલભાઈ કુંડારિયાના છેડા હોવાની મોટીમોટી વતો કરી વિશ્વાસના લેવા માટે આરીપી પિતા ધીરૂભાઇએ ડંફાસ મારી નાણા મેળવી ચોનો ચોપડ્યો હતો. આ ઉપરાંત ફરિયાદી રસિક્ભાઈને અલગ અલગ બેન્કના ચેક પણ આપ્યા હતા. આ દરમિયાન પોતે છેતરાયાનો ભંડો ફૂટતા તેણે બેંકમાં ચેક નાખતા ચેક રિટર્ન થયા હતા આથી રસિકભાઈ ભીમાણીએ બાંટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મિત્તલ અને ધીરુભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ 406,420,506(2),114 મુજબ ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.