માળીયા(મી)ના જુના ઘાટીલા ગામે લલિતભાઈ વિડજાની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુર જીલ્લાના મંડલવા ગામના રહેવાસી નિકિતાબેન સોમાભાઈ કલજીભાઈ નાયકા ઉવ.૨૪ એ જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું,
ઉપરોક્ત મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિકિતાબેનના ૩ વર્ષ પૂર્વે લગ્ન થયા હોય અને ગત તા.૧૯/૧૧ના રોજ મૃતક નિકિતાબેનની દીકરી પગે દાઝી જતા નિકિતાબેનના સાસુએ તેમને ઠપકો આપ્યો હતો જેથી જે બાબતનું લાગી આવતા નિકિતાબેને પોતાની જાતે જંતુ નાશક દવા પી લીધી હતી, જેથી નિકિતાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય ત્યારે ટૂંકી સારવારમાં નિકિતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.