મોરબીના પોશ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને વિધર્મી યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેણીના આપતીજનક ફોટા પાડીને સગીરાને બ્લેકમેઇલ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાના પિતાએ ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીના પોશ વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી હસન સંધિ નામના ઈસમે તેણીને ફરવા જવાનું કહી મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડમાં રૂમ ભાડે રાખી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં આરોપીએ સગીરાના આપતીજનક ફોટા પાડી તેણીને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઇલ કરી અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતી હોય જેથી કંટાળી આખરે સગીરાએ પોતાના પરિવારજનોને સમગ્ર જાણ કરતા ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસન સંધિ (રહે.કાલિકા પ્લોટ મોરબી) નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.