મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર સ્મોકિંગ ઝોન નામના ધુમ્રપાન કરવાના હાટડાઓ બેરોકટોક શરૂ કરી દેવાયા છે જેનો યુવાનોમાં ક્રેઝ અતિશય વધી રહ્યો છે જેને કારણે આવા સ્મોકિંગ ઝોન ની આજુ બાજુમાં રહેતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.
જેમાં મોરબી શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા એસપી રોડ પર નાં રહીશો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી કે એસપી રોડ પર રહેણાક વિસ્તારની બાજુમાં આવેલા જોકર સ્મોકિંગ ઝોન નામના પાનનાં ગલ્લા નજીક આવારા તત્વોની અવર જવર રહેતી હોય જેથી આજુબાજુમાં રહેતી મહિલાઓ ને ને રસ્તા પર જતાં આવતા સમયે આ પાન નાં ગલ્લે આવતા આવારા તત્વો દ્વારા પજવણી કરતા હોય તેમજ ગરવર્તણૂક કરવામાં આવતી હોય છે તેમજ આ મામલે દુકાનદાર દ્વારા પણ તેમને ત્યાં આવતા આવર તત્વોને આવું કરવા રોકવાની તસ્દી સુધ્ધા લેવામાં આવી નથી જેથી જોકર સ્મોકિંગ ઝોન નામના દુકાન સંચાલક દ્વારા આવા કૃત્યોને પ્રોત્સાહન અપાતું હોય તેવું લાગી રહ્યું છે.જેથી એસપી રોડના રહીશો મોટી સંખ્યામાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે મોરબી શહેર માં રહેણાંક વિસ્તારોમાં તેમજ મહિલાઓની અવર જવર રહેતી હોય તેવા ઠેકાણે આ પ્રકારના પાન ના ગલ્લાઓ પર ઉભા રહેતા આવારા તત્વોને કાયદાનો કડક પાઠ ભણાવવો જરૂરી બન્યો છે.તેમજ દુકાનદારો એ પણ થોડા પૈસા માટે આવી હરકતો કરતા આવારા તત્વોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન ન આપવું જોઈએ.