Sunday, December 22, 2024
HomeGujaratપ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષની ઉપસ્થિતિમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે નવોદિત મતદાતા...

પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષની ઉપસ્થિતિમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે નવોદિત મતદાતા યુવતી સંમેલન યોજાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીનાં માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ ડૉ.દીપિકા સચિન સરડવાનાં નેતૃત્વમાં મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે નવા મતદાતા યુવતિ સંમેલન યોજાયું હતું.

- Advertisement -
- Advertisement -

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે મહિલા મોરચા દ્વારા “મહા જનસંપર્ક” અભિયાન અંતર્ગત નવોદિત મતદાતા યુવતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાના અધ્યક્ષસ્થાને આ નવી મતદાતા યુવતી સંમેલન મહિલા મોરચા દ્વારા યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડૉ. ઉર્વશીબેન પંડ્યા, પ્રદેશ મ.મો ઉપાધ્યક્ષ, સંગીતાબેન ભીમાણી મોરબી જિલ્લા મ.મો પ્રમુખ, મહામંત્રી રસીલાબેન ચાપાણી , મંજુલાબેન ચૌહાણ, ટંકારા તાલુકા મ.મો પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

મોદી સરકારના નવ વર્ષના સુશાસનનો ડંકો વગાડતા ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાનાં મહિલા અધ્યક્ષ ડૉ. દિપીકા સરડવા સહિત પદભાર સંભાળતા ભાજપ મહિલા મોરચાનાં તમામ કાર્યકરો દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના આ જનસંપર્ક અભિયાનને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નાનામાં નાના ગામડાઓથી લઇ મોટા નાના તમામ શહેરોમાં ભાજપના આ નવ વર્ષના શાસનનો ડંકો વગાડવામાં મહિલા મોરચાની મહિલા આગેવાનો સહિત કાર્યકર બહેનો મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવોદિત મતદાતા યુવતિ સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને અભિયાનો તથા વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયની ઝાંખી ડૉ. દિપીકાબેન સરડવા ઠેર ઠેર કરાવી રહ્યાં છે.

ભાજપની સરકાર લવ જેહાદ જેવો કાયદો લાવી, ત્રિપલ તલ્લાક દૂર કરી, ૧૮૧ અભયમ, ૩૩ વન સ્ટોપ ક્રાઇસીસ સેન્ટર, she ટીમ, ૧૦૮ જેવી સેવાઓના કારણે દેશમાં મહિલાઓ સુરક્ષિત અને સશક્ત થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થયો છે. – ડૉ દીપિકાબેન સરડવા

ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવા વડાપ્રધાન મોદીના નવ વર્ષના સુશાસનની વિકાસ ગાથા અને પ્રજાના હિતલક્ષી મહિલા સશક્તિકરણ સહિતની અનેક યોજનાઓના લાભ ગુજરાતની પ્રત્યેક મહિલાને મળે તે માટે ગુજરાતના ગામડે ગામડે, ઘર ઘર અને જન જન સુધી સતત પહોંચાડી રહ્યાં છે.

વધુમાં કન્યાના જન્મથી જ સરકાર લે દરકાર ધ્યેયમંત્ર અન્વયે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કરીને, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સુકન્યા સમૃદ્ધિ યોજના,વ્હાલીદિકરી યોજના, વિદ્યાર્થીની દીકરીઓને વિનામૂલ્યે એસટી બસ પાસ, સરસ્વતી સાધના યોજના, સગર્ભા મહિલાઓને પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારી 26 અઠવાડિયા કરી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળની રચના, મુદ્રા યોજના જેવી અનેક યોજનાઓથી મહિલાઓને પગભર કરી આત્મનિર્ભર બનાવી છે. ઉજજવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને લાભ આપવામાં આવ્યા છે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાએ જણાવ્યું હતું.

ભાજપ દ્વારા શરુ કરાયેલા જનસંપર્ક અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતના ગામડે ગામડે અને શહેરોમાં ભાજપના નવ વર્ષના સુંદર શાસનની વણથંભી વણઝારને થંભ્યાં વિના સતત આ વિકાસ ગાથા અને પ્રજાલક્ષી યોજનાઓથી કોઈ વંચિત ન રહે સૌ તેનો લાભ મેળવે અને ભાજપન ગૌરવવંતા આ નવ વર્ષના શાસનમાં દેશહિતમાં લેવાયેલા અનેક અભૂતપૂર્વ નિર્ણયોની ગાથાથી રાજ્યની તમામ મહિલાઓને માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે ડો. દિપીકાબેન સરડવા.આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન. પી. કાંજીયાએ ઉપસ્થિતિ રહીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!