Friday, December 27, 2024
HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં મહિલાઓએ દેખાડ્યા જબરજસ્ત કરતબ

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં મહિલાઓએ દેખાડ્યા જબરજસ્ત કરતબ

વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા મોરબી જીલ્લામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અને એક વિશાળ શોભાયાત્રા યોજી હતી. જેમાં મહિલાઓએ એકથી એક ચડિયાતા કરતબો બતાવી લોકોનાં મન મોહી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના સર્વ હિંદુ સંગઠન દ્વારા આયોજીત શોભાયાત્રા જેમા દુર્ગાવાહિનીના બેહનો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સુશોભિત શોભાયાત્રા દરમિયાન દુર્ગાવાહિનીના ગણવેશમાં શક્તિ પ્રદર્શન કરીને ખુબ ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. એ દરમિયાન દુર્ગાવાહિનીના બેહનોએ તલવાર રાસ, દંડના દાવ, લાઠી દાવ કરી હજારોની ભીડ ને મંત્રમુગ્ધ કરી હતી. આ કાર્યકર્મમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજંગદળના કાર્યકર્તા અને પદાઅધિકારી તેમજ મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી શહેરના સમસ્ત હિંદુ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!