વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં તારાજી સર્જી છે. ત્યારે વડોદરામાં મુશળધાર વરસાદ પડતાં 500 થી વધુ લોકોનું રેસ્ક્યું કરી વડોદરા પાણીગેટ પોલીસે તેમને પોતાના ઘરે પહોંચાડી માનવતા મહેકાવી છે. પાણીગેટ પીઆઈ એચ.એમ.વ્યાસે પોતાની સરકારી ગાડી અને ટ્રેકટર મારફતે લોકોને સહી સલામત પોતાના ઘરે પહોંચ્યા હતા…
મળતી માહિતી અનુસાર, વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્કૂલનાં શિક્ષકો તથા બાળકો પણ અટવાઈ ગયા હતા. પાણીગેટ પોલીસે પાંચ ટ્રેકટરની મદદ લઈ બાળકો શિક્ષકો તથા અન્ય શહેરજનોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ એકધારા વરસાદ વરસતા પૂર્વ વિસ્તારમાં પાણીથી તરબોળ થઈ ગયો હતો. કોર્પોરેશનના શાસકો ની નિષ્ક્રીયતાને કારણે હજારો નાગરિકોને હજારો નાગરિકોને રાત પાણીમાં વિતાવવાનો વારો આવ્યો હતો. લોકોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. તેમજ નોકરીથી છૂટેલા લોકો, શાળાથી છૂટેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા. જેને કારણે પાણીગેટ પોલીસ ફસાયેલ લોકોનો વાહરે આવ્યા હતા. પીઆઈ એચ.એમ.વ્યાસ તથા સ્ટાફના માણસોએ પાંચ ટ્રેકટરની મદદથી અંદાજે 500 થી વધુ લોકોને પોતાના ઘરે સહી સલામત પહોચાડ્યા હતા. તેમજ તેમના વાહનો માટેની પાર્કિગની જગ્યાની પણ વ્યવસ્થા કરી આપી હતી. તેમજ રસ્તામાં ભરાયેલ પાણીને કારણે શહેરીજનો સાથે ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સને પણ અસર થઈ હતી. પાણીમાં બંધ પડી ગયેલ એમ્બ્યુલન્સના દર્દીને PCR વાનમાં હોસ્પિટલે પહોંચાડી માનવતા મહેકાવી હતી.