લોકસભા 2024 ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ત્રીજી વખત ભાજપ NDA ના સહયોગથી સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે મતદાન બાદ આંકડાઓ થકી રાજકીય ખેરખાં હારજીતના તારણો કાઢતા હોય છે.ત્યારે ટંકારા તાલુકાએ નવો ચીલો કંડારી જિલ્લા પંચાયત પૈકી ત્રણ બેઠકો માં સૌથી વધુ લીડ અપાવી હતી. ત્રણ બેઠકમાં સૌથી વધુ લીડ લજાઈ બેઠકમાં ૫,૦૦૦, ઓટાળા બેઠકમાં ૪૫૦૦ અને કોંગ્રેસના પ્રભુત્વ વાળા ટંકારા શહેરમાં ૨૫૦૦ મતની લીડ મળી ટંકારા તાલુકામાં રૂપાલાને કુલ ૧૨,૦૦૦ મતોની લીડ મળી હતી.
રાજકોટ જિલ્લાની ટંકારા બેઠક હંમેશા માટે કોંગ્રેસનો ગઢ રહી છે જ્યાંથી કોંગ્રેસને વધુ લીડ મળતી હોય છે ત્યારે આ વખતે ટંકારા તાલુકા પર ભાજપે કબજો જમાવ્યો છે અને વિરોધ પક્ષ છે વિચારે નહી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ઊભું કર્યું છે ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરતા ટંકારા ગ્રામ્ય પંથકમાં સ્વિંગ જોવા મળ્યો છે.અને ગ્રામ્ય પંથકે ભાજપ તરફથી વલણ અપનાવ્યું છે.જેથી ટંકારા પંથકને સેફ સિટ ગણતા રાજકીય નેતાઓનું ભવિષ્ય ધૂંધળું થઈ જાય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ટંકારા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, પ્રભુ કામરીયા નથુભાઈ કડીવાર, વીરપર સરપંચ મહેશભાઈ લીખિયા, પ્રભુભાઈ કામરીયા,ગણેશભાઈ નમેરા, દેવરાજભાઈ સંઘાણી સહિત અનેક નેતાઓની મહેનત રંગ લાવી છે. ઓટાળા,હીરાપર,જબલપુર,નેસડા, બંગાવડી,રોહીશાળા,ઉમિયાનગર, સજજનપર,હમીરપર,હડમતીયા, લજાઈ સહિતના ગામમાં કોંગ્રેસના સ્યોર વોટરો પણ સ્વિંગ થતા અહી ભાજપને લીડ મળી છે.