Friday, April 19, 2024
HomeGujaratહળવદના કવાડિયા ગામની સીમમાં માથાભારે શખ્સે પેટા કેનાલ રોકી લેતા ખેડૂતો સિંચાઈથી...

હળવદના કવાડિયા ગામની સીમમાં માથાભારે શખ્સે પેટા કેનાલ રોકી લેતા ખેડૂતો સિંચાઈથી વંચિત

નર્મદા બ્રાન્ચમાંથી આવતી પેટા કેનાલમાં મોટો પાઇપ ગોઠવી પાણી ચોરી : તંત્રની પગલાં ભરવામાં પીછેહઠ

- Advertisement -
- Advertisement -

હળવદ: હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાંથી પસાર થતી ડી-૧૨ માઇનોર કેનાલમાં કોઈ માથાભારે શખ્સ દ્વારા મોટો પાઈપ ગોઠવાઈ દઈ પેટા કેનાલમાં આવતું મોટાભાગનું પાણી રોકી લેતા ઉપરવાસના ૧૫૦ જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે જેથી વહેલી તકે પેટા કેનાલમાં નાખવામાં આવેલ પાઈપ દુર કરી ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરાઈ રહી છે

બ્રાન્ચ કેનાલ થકી ખેડુતોને ખેતરો સુધી પાણી પહોંચી રહે તે માટે થઈને પેટા કેનાલો બનાવવામાં આવી છે ત્યારે હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાંથી ડી-૧૨ માઇનોર કેનાલ પસાર થાય છે જે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના ખેડૂતોને પણ આ કેનાલ થકી પાણી નો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ કવાડિયા ગામની સીમમાં ભોરાના મારગ પાસે કોઈ માથાભારે શખ્સ દ્વારા પેટા કેનાલમાં મોટો પાઇપ ગોઠવી દઈ પાણી રોકી લેવાતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે સાથે જ આ શખ્સ દ્વારા પાણી રોકી લેતા ૧૫૦ જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!