Sunday, January 5, 2025
HomeGujaratમોરબીના વાવડી રોડ સ્થિત સોસાયટીમાં અગાઉના ઝઘડાના ખારમાં પાડોશી-પરિવાર વચ્ચે મારામારી,સામસામી ફરિયાદ

મોરબીના વાવડી રોડ સ્થિત સોસાયટીમાં અગાઉના ઝઘડાના ખારમાં પાડોશી-પરિવાર વચ્ચે મારામારી,સામસામી ફરિયાદ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં ગઈકાલ તા.૨૫/૧૧ના રોજ રાત્રીએ પાડોશી પરિવાર વચ્ચે આગાઉના ઝઘડાની અદાવતમાં ફરી એકવાર મહિલાઓ વચ્ચે બોલાચાલી ઝપાઝપી થતા ઝઘડાએ થોડું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા સામસામે બંને પરિવારના સભ્યો વચ્ચે લાકડાના ધોકા, છરી જેવા હથિયારો સાથે બઘડાટી બોલી હતી, અને બંને પરિવારના પાંચ સભ્યોને નાના મોટી ઇજાઓ પહોંચી હતી જે બનાવ બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને પરિવારના સભ્યો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ નામના વૃદ્ધે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી હેતલબેન પંકજભાઈ સુરાણી, પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી તથા પારસ પ્રવીણભાઈ સુરાણીએ અગાઉના ઝઘડાનો ખાર રાખી બોલાચાલી ઝઘડો કરી મારા મારી કરી હતી, જેમાં ફરિયાદી જગદીશભાઈ તથા તેમના પત્ની એમ બંને ગઈ તા.૨૫/૧૧ના રોજ રાજકોટ ખાતે દવા લેવા ગયા હોય ત્યારે પડોશમાં રહેતા મહિલા આરોપી હેતલબેને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમબ પુત્રવધુ સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર માર્યો હોય જે બાબતે જગદીશભાઈને પુત્રવધુ દ્વારા ફોન ઉપર જાણ કરી હતી જેથી તાત્કાલિક જગદીશભાઈ અને તેમના પત્નીને તેમની દીકરી અને જમાઈ તેમની કારમાં મોરબી મુકવા આવેલ અને ત્યારબાદ થયેલ ઝઘડા બાબતે પાડોશીને વડીલ તરીકે સમજાવવા જતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરી જગદીશભાઈ સાથે મારામારી શરૂ કરી ઢીકા પાટુ નો માર તેમજ લાકડાનો ધોકો હાથ ઉપર મારી દીધો હતો, ત્યારે વૃદ્ધને તેમની દીકરી-જમાઈ તથા પુત્રવધુઓએ વચ્ચે પડી વધુ મારથી છોડાવ્યા હતા. જે મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જ્યારે સામા પક્ષે વાવડી ગામમાં ઓમપાર્ક સિધ્ધીવાનાયક સોસાયટીમાં રહેતા પારસભાઈ પ્રવીણભાઈ સુરાણીએ આરોપી તરીકે જગદીશભાઈ વ્યાસ, રૂપેશ જગદીશભાઈ વ્યાસ, અમિત જગદીશભાઈ વ્યાસ, કાજલબેન અમિતભાઇ વ્યાસ અને જગદીશભાઈના જમાઈ એમ કુલ ૫ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપી સાથે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપી જગદીશભાઈએ ફરિયાદીના ભાઈ પંકજભાઈને માથામાં લાકડાનો ધોકો મારી આરોપી રૂપેશભાઈએ પારસભાઈને શરીરે ઢીકાપાટુનો માર મારી હાથમાં છરીના છરકા માર્યા હતા, જ્યારે મહિલા આરોપી કાજલબેને પારસભાઈના પત્ની મનીષાબેન તથા ભાભી હેતલબેન સાથે ઝઘડો ઝપાઝપી કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી, જે મુજબની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી.

હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી જે ફરિયાદને આધારે બંને પક્ષના કુલ ૮ સામે ફરિયાદ નોંધી છે, જેમાં બે મહિલા આરોપી સામેલ હોય, પોલીસે બસનને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!