અનઅધિકૃત વ્યાજખોરોના ચક્રમાંથી સામાન્ય નાગરીકને છોડાવવા અને વ્યાજખોરીના સામાજિક દુષણનો અંત લાવવા રાજ્ય ભરમાં ખાસ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે. જે ખાસ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જ પોલીસ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે. જેની યાદી આજ રોજ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં અનઅધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકો કે જેમની પાસેથી વ્યાજ ખોરોએ ખોટી રીતે નાણા પડાવ્યા હોય અથવા તો ખોટી રીતે પજવણી કરતા હોય તેવા લોકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી છોડાવવા, નાણા ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને અને ગેરકાયદેસર વ્યાજે નાણા આપતા લોકો પર લગામ લગાવવા રાજયભરમાં પોલીસ દ્વારા જુન-૨૦૨૪ થી એક માસ દરમ્યાન ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા આ ડ્રાઇવનો રેન્જ હસ્તકના જિલ્લાઓના પોલીસ અધિક્ષકોને સુચના કરી પોતાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બહોળો પ્રચાર-પ્રસાર કરાવડાવી આવા અનઅધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકોને બચાવવા વિવિધ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં ડ્રાઇવ દરમ્યાન રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ – ૨૬ આરોપીઓ વિરૂધ્ધ વ્યાજખોરીના કુલ – ૧૨ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.અને પાંચેય જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ – ૧૬૪ જેટલા લોકદબારો યોજી ભોગબનનારની રજુઆતો સાંભળી કુલ – ૧૦ રજુઆતો મેળવી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા નાના-મોટા વેપાર માટે સાવ નજીવા દરે અને સબસીડીના લાભ સાથે નાણા આપવામાં આવતા હોય છે. જે અન્વયે આ પ્રકારની લોન સહાય આપતા સરકારી તથા અન્ય વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવા માટે રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ – ૦૯ કેમ્પોનુ આયોજન કરી કુલ – ૨૫ લોન મંજુર કરવામાં આવેલ છે. આ મંજુર થયેલ લોનની કુલ રકમ રૂ.૧,૭૧,૪૦,૨૭૬/- છે.