મુંબઈ ખાતે કલબ ચાલુ કરવા કૌટુંબિક સાળા ચિરાગ અને આરોપી પ્રશાંત સાથે બેઠક કરાવી 25 લાખ અપાવ્યા હતા જેનું વ્યાજનું વિષચક્ર ફસાઈ જતા મૃતક સંજય કારીયા પાસે આરોપી પ્રશાંત મહેતા વિસ લાખના નેવું લાખ માટે પઠાણી ઉઘરાણી કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ : પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી.
(આરોપી ફાઇલ ફોટો )
મોરબીનાં ગ્રીનચોકમાં સાધના હોટેલ નામથી ચા અને આઈસ્ક્રીમ નો ધંધો કરતા સંજયભાઈ બચુભાઇ કારીયાએ ખાખરાવાળી મેલડી માતાજીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જેમાં સુસાઈડ નોટમાં મુંબઈ ખાતે તેના સાળા ચિરાગ અને પ્રશાંત મહેતા વચ્ચે કલબ ચાલુ કરી હતી જેમાં કલબના 25 લાખ રૂપિયામાં વચ્ચે જામીન પડેલ હતા સમય જતાં ક્લબમાં નુકશાન આવતા કલબ બંધ કરે હતી અને આ પચીસ લાખ પૈકી પાંચ લાખ આપી દીધા હોવા છતાં મૃતક સંજય કારીયા જામીન હોય આરોપી પ્રશાંત મહેતા બાકી રહેલા વિસ લાખના વ્યાજના વ્યાજ મળી કુલ 90 લાખ થઈ જતા વિસ લાખ ચૂકવ્યા હોવા છતાં પ્રશાંત મહેતા નામના વ્યક્તી દ્વારા પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો જેમાં મૃક્ત સંજયભાઈ કારીયાના પત્નિ હેતલબેન સંજયભાઈ કારીયા (ઉ.વ.૪૩) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનાં પતિએ વચ્ચે રહીને ફરિયાદીનાં કુટુંબી ભાઈ ચિરાગભાઈ પ્રભુભાઈ ભીંડાને આરોપી પ્રશાંત મહેતા પાસેથી ૨૫ લાખ અપાવેલ હોય જે રૂપિયા ચિરાગભાઈ આપતા ન હોય જેથી આરોપી પ્રશાંતભાઈ ફરિયાદીનાં પતિ સંજયભાઈ કારીયા પાસે ઉઘરાણી કરતાં સંજયભાઈ એ આરોપી ને ૨૦ લાખ રૂપિયા આપેલ હોય અને પાંચ લાખ રૂપિયા આપવાનાં બાકી હોય આરોપી સંજયભાઈ પાસે બાકી રહેલા પાંચ લાખ અને ૨૫ લાખ નું ઉંચું વ્યાજ મળી ૯૦ લાખ આપવા બાબતે અવારનવાર ફોન કરી ધમકી આપી દબાણ કરી ત્રાસ આપતા હોય સંજયભાઈ એ કંટાળી ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર પાસે મચ્છુ ૩ ડેમમાં દવા પીને ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પોલીસે બનાવની ફરિયાદ નાં આધારે આરોપી પ્રશાંત મહેતા વિરુદ્ધ મરવા માટે મજબૂર કરી ગેરકાયદેસર નાણાં ધિરાણ કરવાનો ગુનો નોંધી આરોપી પ્રશાંત મહેતાની શોધખોળ કરવા કવાયત હાથ ધરી છે