રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ ડી બાવરાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આવનાર બજેટ મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈઓ કરવા બાબતે રજૂઆત કરી છે.
મોરબી જીલ્લાની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ હાલમાં મંદીનો સામનો કરી રહ્યો છે. તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવે તે માટે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં પણ ભલામણ થાય અને રાજ્ય સરકારના બજેટ માં પણ યોગ્ય જોગવાઈ થાય તેવો નિર્ણય કરવા રજૂઆત કરાઈ છે. તેમજ ખાસ કરીને એકસપોર્ટ કરતા યુનિટોને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.