રોડ પર મોટી મેટલ નાખી કામ બંધ કરી દેતા રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન અનેક વાહનચાલકોના ટાયર ફૂટી ગયા
હળવદ તાલુકાના ચરાડવા ગામ થી ઈશ્વર નગર, સુસવાવ રોડના૧૭૬ લાખના ખર્ચે નવીનીકરણ નુ એક મહિના પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચરાડવાથી ઈશ્વર નગર સુધી 15 દિવસ પહેલા રોડ પર મેટલ નાખવામાં આવી ત્યારબાદ 15 દિવસથી કામ બંધ છે રોડ પર મેટલ નાખતા રાહદારીઓને ભારે મુશ્કેલી સર્જાય છે બાઈકો સ્લીપ થતા અકસ્માતનો ભય સતાવે છે અને ફોરવીલ માં મેટલ ખુચી જતા ટાયર ફૂટવાના પણ બનાવ બન્યા છે જે બાબત ઈશ્વર નગર અને ચરાડવાના લોકો દ્વારા તાત્કાલિકના ધોરણે મેટલ પર ડસ્ટ નાખવામાં આવે અને રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.