Monday, November 18, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસના અલગ અલગ ત્રણ દરોડામાં વર્લી ફીચર્સ તથા તીનપત્તીનો જુગાર...

મોરબી જીલ્લા પોલીસના અલગ અલગ ત્રણ દરોડામાં વર્લી ફીચર્સ તથા તીનપત્તીનો જુગાર રમતા ચાર પકડાયા

મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ જુગારના ત્રણ દરોડામાં કુલ ચાર જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપરના બે દરોડામાં વર્લી ફિચર્સના આંકડા રમતા કુલ બે ઈસમોને ઝડપી લેવાયા હતા જયારે મોરબીના ડાયમંડનગર ગામથી તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને પકડી લઇ કુલ રૂ.૨,૨૨૦/-ના મુદામાલ સાથે કુલ ચાર આરોપીઓની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડાની મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ અમરધામ પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમતા બળદેવભાઈ ખોડાભાઈ દેગામ ઉવ.૩૫ રહે. નવા ઢૂવા ગામ તા.વાંકાનેરને ઝડપી લેવાયો હતો પોલીસે આરોપી પાસેથી વર્લીના આકડાનો જુગાર રમવાના સાહિત્ય સહીત રોકડા રૂ.૪૭૦/-ના મુદામાલ કબ્જે લઇ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે વર્લી મટકાના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલા બાબુભાઇ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલપરા ઉવ.૨૦ રહે.હાલ માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ મૂળરહે. હળવદ તાલુકાના સુંદરગઢ ગામને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઝડપી લઇ રોકડા રૂ.૫૫૦/- તથા વર્લી ફિચર્સના જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે પકડેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા જુગારના દરોડામાં મોરબી તાલુકાના ડાયમંડનગર ખાતે મોરબી તાલુકા પોલીસે દરોડો પડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા વિશાલભાઇ હરીશભાઇ ઝાલા ઉવ.૨૯ તથા અક્ષયચંન્દ્ર સુરેશભાઇ પાંચોટીયા ઉવ.૨૬ બંને રહે. ડાયમંડનગર તા.જી.મોરબીને રંગેહાથ ઝડપી લેવાયા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૨૦૦/- કબ્જે લઇ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!