Saturday, January 11, 2025
HomeGujaratહળવદ તાલુકાના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો બે કરોડથી વધુમાં મુદ્દામાલ...

હળવદ તાલુકાના ટીકર ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો બે કરોડથી વધુમાં મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં અનેક વાર ખનન ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ખનીજ વિભાગની અધિકારીઓ દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામે દરોડો પાડવામાં આવ્યો છે અને બ્રાહ્મણી નદીમાંથી ચાર હિટાચી મશીન બે ડમ્પર સહીત બે કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. જેને લઇ હવે ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા હળવદ તાલુકાના મોજે. ટીકર ગામમાં ખનીજચોરી બાબતે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે આજે તા-06-08-24 ના રોજ રાત્રીનાં સમયે આકસ્મિત રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે રેડ દરમ્યાન ચાર એક્સકેવેટર મશીનો જેમાં HYUNDAI કંપનીનાં એસ્કેવેટર મશીન જેના સિરિયલ નંબર HNDQ401AE0002588 હોય તેના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા, HYUNDAI મશીન જેના સિરિયલ નં HYNDQ402JE0000947 અને તેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી, HYUNDAI મશીનનાં સિરિયલ નં HYNDQ402AE0001333 જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી તથા HYUNDAI મશીનના સિરિયલ નં Q402D00508 જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ હોય જે ચારેય મશીનો દ્વારા ગેરકાયદેસર ખનન કરેલ સાદીરેતી વહન કરવા હેતુ સ્થળેથી GJ32T3077 ડમ્પરના ચાલક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ તથા માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા તથા ડમ્પર નં GJ13AW9079 ચાલાક હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી હોય જેમાં ચારેય હ્યુન્ડાઇ કંપનીનાં મશીનો અને 02 ડમ્પરો મારફત ગેરકાયદેસર સાદિરેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે.

તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!