બી ડિવિઝન અને એલસીબી પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં દેશી દારૂ તથા ગરમ-ઠંડો આથા સહિત કુલ ૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી જીલ્લા પોલીસ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ બોલાવી છે, જેમાં છેલ્લા એક સપ્તાહમાં દેશી દારૂ પકડવાની ઝુંબેશ અંતર્ગત મોટી માત્રામાં દેશી દારૂ તથા તેમાં સંડોવાયેલ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે મોરબી બી ડિવિઝન અને એલસીબી ટીમ દ્વારા ત્રાજપર ગામમાં ત્રણ અલગ અલગ રેઇડ કરી રહેણાંકમાં મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ આરોપી ત્રણ મહિલા પૈકી એક મહિલા આરોપીની અટક કરવામાં આવી છે.
દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઉપરની પ્રથમ રેઇડની પ્રાપ્ત માહિતી મુજબ બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામની છેલ્લી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા મકાનમા ગેરકાયદેસર રીતે દેશી પીવાના દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાયી હતી, પોલીસે સ્થળ ઉપરથી તૈયાર દેશીદારૂ લી.૦૨ કિ.રૂ.૪૦૦/- તથા દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગરમ આથો લીટર-૩૦ કિ.રૂ.૬૦૦/- તથા ઠંડો આથો લીટર-૨૦ કિંમત રૂપીયા-૪૦૦/- મળી કુલ રૂ.૧૪૦૦/-ના મુદામાલ સાથે મહિલા આરોપી સીદુબેન મનુભાઇ વરાણીયા ઉવ.૫૦ રહે. ત્રાજપર છેલ્લી શેરી હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
બીજા દરોડામાં મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં રહેણાંકમાં મહિલા સંચાલિત દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોય જેથી મળેલ બાતમીને આધારે ઉપરોક્ત રહેણાંકમાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા હોય રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૨૦ કિ.રૂ.૫૦૦/- તથા ઠંડો આથો લીટર ૨૦ કિ.રૂ.૫૦૦/- તથા ભઠ્ઠીના સાધનો પતરાનું બેરલ-૧ એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ તથા તપેલી નંગ નંગ-૧ તથા દેશી દારૂ આશરે લીટર-૦૩ કિ.રૂ.૬૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬૦૦/- ના મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન મહિલા આરોપી સોમીબેન ઘોઘાભાઇ તળશીભાઇ વરાણીયા કોળી ઉવ.૬૫ હાજર મળી નહીં આવતા આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં એલસીબી પોલીસ ટીમે ત્રાજપર ગામે ઓરીએન્ટલ બેંક વાળી શેરીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મહિલા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૨૦ કિ.રૂ.૫૦૦/- તથા ઠંડો આથો લીટર ૨૦ કિ.રૂ.૫૦૦/- તથા ભઠ્ઠીના સાધનો પતરાનું બેરલ-૧ એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ તથા તપેલી નંગ નંગ-૧ કી.રૂ.૦૦/- તથા દેશી દારૂ આશરે લીટર-૦૨ કિ.રૂ.૪૦૦/- મળી કુલ કિ.રૂ.૧૪૦૦/- ના મુદામાલ સાથે આરોપી શારદાબેન સવશીભાઇ પનાભાઇ સનુરા ઉવ.૬૦ હાજર મળી નહીં આવતા તેની સામે પ્રોહી. સહિતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.