Monday, November 25, 2024
HomeGujaratમોરબી પોલીસના બે દરોડામાં તીનપત્તીનો અને નોટ નંબરનો જુગાર રમતા કુલ ચાર...

મોરબી પોલીસના બે દરોડામાં તીનપત્તીનો અને નોટ નંબરનો જુગાર રમતા કુલ ચાર જુગારી પોલીસ ઝપટે ચડ્યા

મોરબી સીટી એ ડિવિઝન તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ૪ ઈસમોને રોકડા ૧,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર નોટ નંબરનો જુગાર રમતા બે તથા તાલુકાના ભાદિયાદ ગામથી બે ઇસમોને તીનપત્તીનો જુગાર રમતા પકડી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાન પાસેથી જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા કરણભાઇ દિપકભાઇ સોલંકી ઉવ.૨૭ રહે.સરકારી આવાસ યોજનાના મકાનમા લીલાપર રોડ તથા કાળુભાઇ નાથાભાઇ દેલવાણીયા ઉવ.૩૨ રહે.સરકારી આવાસ યોજનાના મકાનમા લીલાપર રોડ મોરબીને રંગેહાથ ઝડપી લેવાયા છે. પોલીસે બંને આરોપી પાસેથી અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૩૨૦/- જપ્ત કરી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારના બીજા દરોડામાં મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે પતરાના શેડ નીચે ગંજીપત્તાના પત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા અહેમદહુસેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટી ઉવ.૩૮ રહે-કેશવાનંદ બાપુના આશ્રામની સામે વિશીપરા મોરબી-૦૨ તથા દિનેશભાઇ ઉર્ફે ટીનો કરમશીભાઇ વાઘેલા જાતે કોળી ઉવ.૫૨ રહે-વેલનાથભાઇ પાનની સામે વિશીપરા મોરબી-૦૨ને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા. તાલુકા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૮૮૦/- કબ્જે કર્યા હતા. આ સાથે પકડાયેલ બંને આરોપી વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!