નાની કેનાલ રોડ અવધ-૪ માંથી એક યુવક તથા મોરબી માર્કેટિંગ યાર્ડની દુકાનેથી એક યુવાન લાપતા
મોરબીમાં ગઈકાલ તા. ૧૦/૦૮ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે યુવક અલગ અલગ સ્થળેથી લાપતા થયાની ફરિયાદ નોંધાઈ છે.
જેમાં પ્રથમ ગુમસુધા નોંધની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વેપારી યુવક પવન દિનેશભાઇ કલોલા ઉવ.૨૨ ગત તા.૦૯ ઓગસ્ટ ૨૦૨૪ના સાંજના ૦૭.૧૫ વાગ્યાના અરશામા પોતાની મોરબી શનાળા રોડ માર્કેટીંગ યાર્ડમાં આવેલ દુકાનેથી ઘરે જવાનુ કહી નિકળેલ હોય પરંતુ તેઓ ઘરે પરત આવેલ ન હોય જેથી પરીવારજનો તથા સગા સબંધીઓએ ઘરમેળે શોધખોળ કરતા પવનભાઈ મળી આવેલ ન હોય જેથી તેમના પિતા દિનેશભાઇ ચતુરભાઇ કલોલાએ રૂબરૂમા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના દિકરા પવનની ગુમ થાય અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગુમ થનાર પવનભાઈ ઘરેથી નિકળેલ ત્યારે કાળા કલરનો શર્ટ તથા ગ્રે કલરનુ કારગો પેન્ટ પહેરેલ છે અને તેમની ઉંચાઇ આશરે છયેક ફુટની છે. તેમજ વાને ઘંઉવર્ણો શરીરએ મધ્યમ બાંધાનો છે. જે મુજબની વિગતો જાહેર કરી હતી.
જ્યારે બીજા બનાવની મળતી માહિતી અનુસાર ટાઇલ્સ ટ્રેડિંગના વ્યવસાય સાથે જોડાયેલ ૨૫ વર્ષીય યુવક ગૌરવભાઇ દલસુખભાઇ કાવર રહે.નાની કેનાલ રોડ અવધ-૪, શેરી નં.૦૭ માં રહે છે. ત્યારે ગત તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૪ ના ૨:૩૦ વાગ્યાના અરસામા પોતાના ઉપરોક્ત રહેણાંક મકાનેથી ચાલીને નીકળી જઈ કોઈને કાઈ કહ્યા વગર ક્યાંક જતા રહેતા તેમના પિતા દલસુખભાઇ મગનભાઇ કાવર ઉવ.૪૯એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર ગૌરવની લાપતા થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુમસુધા નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.