Saturday, December 21, 2024
HomeGujaratવાંકાનેર સીટી પોલીસે બે જુદા જુદા દરોડામાં નોટ નંબર તથા વર્લીફિચર્સના આંકડાનો...

વાંકાનેર સીટી પોલીસે બે જુદા જુદા દરોડામાં નોટ નંબર તથા વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ ત્રણને પકડી લીધા

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુગારના અલગ અલગ બે દરોડામાં નોટ નંબરીનો અને વર્લીમટકાનો જુગાર રમતા કુલ ત્રણ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

નોટ નંબરના જુગાર અંગેની મળતી માહિતી અનુસાર વકનેરની લીંબળા ગામની ધાર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપરના આંકડાની એકી-બેકીના જુગારની નસીબ આધારિત પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા ઉસ્માનભાઈ હુશેનશા શેખ ઉવ.૩૫ રહે.ટંકારા કલ્યાણપર રોડ તથા નાશીરભાઈ મહેમુદભાઈ શેખ ઉવ.૩૦ રહે.હાલ વાંકાનેર ગારીયા ગામના બોર્ડ પાસે ઝુપડામાં મૂળ રહે.માધાપર હાઈવે તા.જી.ભુજ(કચ્છ)વાળાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧,૧૩૦/- કબ્જે કરી બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ ઉપરાંત બીજા દરોડાની મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી હાઈસ્કૂલ નજીક એક ઈસમ જાહેરમાં પેનથી કાગળમાં વરલીફીચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતો જોવામાં આવતા તુરંત સીટી પોલીસે આરોપી અસરફભાઈ કરીમભાઈ શેખ ઉવ.૨૮ રહે.વાંકાનેર ગારીયા ગામના બોર્ડ પાસે ઝુંપડામાં મૂળ રહે. ટંકારા કલ્યાણપરરોડ તા.ટંકારાને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૬૨૦/-સહિત વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્યના મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!