મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે આવેલ એકોર્ડ સીરામીક કારખાનામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રામસુરત રાજકુમાર ગૌતમ ઉવ-૩૧ ગઈકાલ તા.૦૬/૦૨ના રોજ એકોર્ડ સીરામીક કારખાનાના પતરા ઉપર કામ કરતી વખતે કોઈ કારણોસર પતરું તૂટી જતા ઊંચાઈથી નીચે જમીન ઉપર પટકાતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી. જેમાં યુવકને પ્રથમ મોરબી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિ. ખાતે સારવારમાં લાવતા જ્યાં તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અ.મોત અંગેની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.