મોરબીનાં ઉમા ટાઉનશીપ, શિવ પ્રેમ હાઈટસ-૧માં રહેતા રાહુલ ઉર્ફે મુનો કાંતિલાલ વિડજા કે જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે. તે પોતાના ઘરે ગયો ત્યારે પ્રકાશભાઈ ફુલતરીયા તથા અમૃતલાલ કુંડારીયા તેની ગાડી ચોકમાં વચ્ચે રાખેલ હોવાથી તેને ગાડી સાઈડમાં લેવાનું કહેતા બંનેએ અમારી ગાડી અહીંથી નહી હટે તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી ઝઘડો કરી અને પ્રકાશભાઈએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે બાદ રાહુલ ઘરે જતો રહેલ હતો ઘરે ગયા બાદ તેને અમૃતલાલના દિકરા નીશીતે સમાધાન માટે ફોન કરી ગ્રાઉન્ડમા બોલાવતા ફરિયાદી ત્યા જતા નીશીત તથા તેની સાથે આવેલ અજાણ્યા ત્રણ માણસોએ મારા બાપુજી તથા મારા સસરા સાથે કેમ ઝઘડો કરે છે. તેમ કહી નીશીત તથા તેના સાથે આવેલ અજાણ્યા ત્રણ માણસો ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ તેમાથી એક અજાણ્યા માણસે છરીનો મુઠનો ભાગ ફરિયાદીને માથામા મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે ફરિયાદીને માથાના ભાગેથી લોહી નીકળવા લાગતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા હતા. જે બાદ પાસમાં રહેલ ફરિયાદીના સગાવાળાઓએ ફરિયાદિને હોસ્પીટલમા ખસેડાતા માથામા ટાંકાઓ આવ્યા હતા. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.