Monday, January 13, 2025
HomeGujaratમોરબીની ઉમા ટાઉનશીપમાં અમુક લુખાતત્વોના ભયના ઓથાર હેઠળ રહેતા સ્થાનિકોએ મોરચો માંડયો

મોરબીની ઉમા ટાઉનશીપમાં અમુક લુખાતત્વોના ભયના ઓથાર હેઠળ રહેતા સ્થાનિકોએ મોરચો માંડયો

મોરબીની ઉમા ટાઉનશીપ વિસ્તારમાં બે દિવસ અગાઉ યુવક પર જીવલેણ હુમલો કરનારા રીઢા આરોપીઓ પર આઈપીસી ૩૦૭ નો ઉમેરો કરવા કડક પગલા લેવા ની માંગ સાથે સ્થાનિકોએ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

જે બનાવની વિગત મુજબ મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ સોસાયટીમાં ગણપતિ ઉત્સવ ચાલતો હોય જેને લઈને સોસાયટીના યુવક રાહુલ વિડજા દ્વારા વચ્ચે પડેલ ગાડી સાઈડ માં રાખવાનું કહેતા સોસાયટીના પ્રકાશ ફુલતરિયા અને તેના ઘરે આવેલ અમૃત કુંડારિયાએ યુવકને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં અમૃત નો દીકરો નિશિત બહારથી ત્રણ માણસોને બોલાવી ને અને ગાડી હટાવવાનું કહેતા યુવક રાહુલ ને સમાધાન માટે બોલાવીને ધોકા અને છરી જેવા હથિયારો રીતસર તૂટી પડયા હતા જેમાંથી કોઈ શખ્સ એ રાહુલને માથામાં છરીનો મુઠ નો ઘા મારતા રાહુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.

આરોપીઓ અમૃત હરજીભાઈ કુંડારિયા,પ્રકાશ પ્રેમજીભાઈ કુંડારિયા,તેસિફ મોહમદ બ્લોચ,નદીમ ઉર્ફે ઢારીયો અબ્દુલ બ્લોચ ,અનવર મુસા કુરેશી તેમજ નિશિત અમૃતભાઇ કુંડારિયા
આરોપીઓ અમૃત હરજીભાઈ કુંડારિયા,પ્રકાશ પ્રેમજીભાઈ કુંડારિયા,તેસિફ મોહમદ બ્લોચ,નદીમ ઉર્ફે ઢારીયો અબ્દુલ બ્લોચ ,અનવર મુસા કુરેશી તેમજ નિશિત અમૃતભાઇ કુંડારિયા

જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આઈપીસી ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપી અમૃત હરજીભાઈ કુંડારિયા,પ્રકાશ પ્રેમજીભાઈ કુંડારિયા,તેસિફ મોહમદ બ્લોચ,નદીમ ઉર્ફે ઢારીયો અબ્દુલ બ્લોચ ,અનવર મુસા કુરેશી તેમજ નિશિત અમૃતભાઇ કુંડારિયા ની ધરપકડ કરી.પરંતુ આ હુમલામા રાહુલ વિડ્જાને માથામાં ઇજા થઇ હોવાથી મોરબી માળીયા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને સાથે રાખીને સ્થાનિકો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને કલમ ૩૦૭ નો ઉમેરો કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી.

અત્રે નોંધનિય છે કે આરોપી પ્રકાશ ફૂલતરિયા નો પુત્ર મિલન ફૂલતરિયા કોઈકના કારખાના ના એડ્રેસ પર દારૂનું પાર્સલ મંગાવવાના ટંકારા પોલીસ મથકના ગુનામાં ફરાર છે ત્યારે પિતા અને તેના બનેવી તેમજ વેવાઈ અને અન્ય લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ દારૂ પીને ટીંગલ કરવા નાના મોટા ઝઘડા કરવા એ આરોપીઓની ટેવ હોવાથી સ્થાનિકો કાયમી ભય ના ઓથાર હેઠળ સોસાયટીમાં રહે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!