Saturday, November 23, 2024
HomeGujaratવાકાંનેરમાં રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું જીલ્લા કલેક્ટરના હસ્તે...

વાકાંનેરમાં રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું જીલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરાશે

જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વાકાંનેરમાં ૨૨.૫૦ લાખ રૂપિયાના ખર્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા દરેક તાલુકા સ્તરે ફીટનેશના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્ર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે તાલુકા સ્તરનુ ફીટનેશ જીમ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.

- Advertisement -
- Advertisement -

આ જીમ સેન્ટરનું ઉદ્દઘાટન આગામી તા. ૨૦-૧-૨૦૨૧ના બુધવારના રોજ સાંજે ૪ કલાકે વાકાંનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના વરદ્દહસ્તે થશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૪૦ જેટલા તાલુકાઓમાં જીમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે પણ જીમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ જીમનો લાભ તમામ નાગરિકો લઇ શકશે. જીમની સુવિધાઓનો લાભ લેવા માટે એક મહિનાની ૫૦ રૂપિયા ફી હશે જ્યારે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ૨૫ રૂપિયા ફી રહેશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી (ઇન્ચાર્જ) હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!