વાંકાનેરમાં એક અજીબો ગરીબ ઘટના આવી છે. જેમાં સરકારી યોજનાઓ અંગે તપાસ કરવા ગયેલ એક શખ્સે અનુસૂચિત જાતિ વિષે અપમાન જનક વાતો કરતા અધિકારીએ પોતે અનુસૂચિત જાતિનો હોવાનું જણાવેલ છતાં આરોપીએ તેના વિષે અપમાન જનક શબ્દો બોલી તેને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરની મીલ પ્લોટ શેરી નંબર ૫ માં રહેતા અને રાજશક્તિ ઇલે. શો રૂમની બાજુમા ઓફિસ ધરાવતા વિનોદભાઇ રામદાસભાઇ રાઠોડ નામના શખ્સની ઑફિસે ગઈકાલે રાજેશભાઇ બરાસરા નામના શખ્સે ધસી આવી સરકારની યોજનાની પુછપરછ કરી હતી. ત્યારે ફરીયાદીએ તેઓને સરકારી યોજનાની માહીતી આપતાં આરોપી બોલેલ કે, આ યોજનાના લાભ અનુસુચીત જાતિના લોકોને મળે છે તેમ કહી ફરીયાદી અનુસુચીત જાતિનો છે તેવુ ફરીયાદીએ આરોપીને જણાવવા છતાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઢેઢા હું તને જોઇ લઇશ એવા જાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો બોલી ગાળો આપી કાઠલો પકડી એક જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.