મોરબીનાં વાંકાનેરમાં શેરીમાં રમવા જતા બાળકને શેરીમાં ન રમવા આવવાનું કહેતા થયેલ માથાકૂટમાં મારામારી થઈ હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નવઘણભાઈ તેજાભાઈ ટોટાએ નોંધાવેલ અનુસાર, ફરિયાદીનો દીકરો આરોપીની શેરીમા રમવા ગયેલ ત્યારે રૈયાભાઈ ભીમાભાઈ ટોટાએ તેને શેરીમા રમવા ન આવવા કહેલ તેમજ નવઘણભાઈએ રૈયાભાઈ ભીમાભાઈ ટોટાના દીકરાને શેરીમા રમવા ન આવવા કેમ બોલાચાલી કરેલ તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા તેણે ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ મુનાભાઈ રૈયાભાઈ ટોટાએ લાકડીવતી માથાના ભાગે ઇજા પહોંચાડી તેમજ ફરિયાદીના પત્ની ધકુબેનને વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી અને નારૂભાઈ રૈયાભાઈ ટોટા નાના શખ્સે ફરિયાદીને નાકના ભાગે ઢીકાનો મુંઢ મારમારતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જયારે સામે પક્ષે રૈયાભાઇ ભીમાભાઇ ટોટાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, નવઘણભાઈ તેજાભાઈ ટોટાનો દીકરો ફરિયાદીની શેરીમા રમવા ગયેલ ત્યારે ફરિયાદીએ છોકરાને શેરીમા રમવા ન આવવા કહેલ તે બાબતનો ખાર રાખી નવઘણભાઈ તેજાભાઈ ટોટાએ ફરિયાદીને ગાળો કાઢી લાકડી વતી જમણા ખંભાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથાધકુબેને ફરિયાદીને લોખંડના પાઈપ વતી જમણા ખંભાના હાંસડીના ભાગે મુંઢ ઇજા પહોંચાડી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.