Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેરમાં ઉછીના રૂપિયા પરત આપવાનું કહી મિત્રએ મિત્રને છરી ઝીંકી

વાંકાનેરમાં ઉછીના રૂપિયા પરત આપવાનું કહી મિત્રએ મિત્રને છરી ઝીંકી

એ તેના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા હોય જે રૂપિયા તાત્કાલિક પરત આપવાનું કહેતા ઉછીના રૂપિયા લેનાર મિત્રએ કહ્યું ‘હાલ મારી પાસે રૂપિયાની સગવડતા નથી’ તેમ કહેતા મિત્રએ અન્ય ઈસમ સાથે મળી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરીનો એક ઘા હાથમાં ઝીકયો હોવાની ફરિયાદ હાલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સને ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં ભરવાડપરા શેરી નં.૦૫ માં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયાએ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર નિલેશભાઈ વાણંદ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારે ગત તા.૨૮/૦૯ના રોજ મનોજભાઈ ચંદ્રપુર ઓવરબ્રિઝ નીચે હતા ત્યારે તેમના મોબાઈલમાં નિલેશભાઈનો ફોન આવ્યો કે મે તને ઉછીના રૂપિયા આપ્યા છે તે અત્યારે જ મારે જોઈએ છે જેથી મનોજભાઈએ કહ્યું કે હાલ રૂપિયા નથી મારી પાસે સગવડતા થશે એટલે આપી દઈશ તેમ વાત કરી થોડીવારમાં આરોપી નિલેશભાઈ અને તેનો મિત્ર આરોપી રઘુભાઈ કાઠી એમ બંને ચંદ્રપુર ઓવરબ્રિઝ નીચે આવી ઉછીના રૂપિયાની માંગણી કરી ગાળો આપવા લાગેલ જેથી મનોજભાઈએ ગાળો આપવાની ના પાડતા નિલેશભાઈએ પેન્ટના નેફામાંથી છરી કાઢી મનોજભાઈને હાથના બાવળા પાસે મારી દીધી હતી ત્યારબાદ બંને આરોપીઓ તેમને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી દેકારો થતા આજુબાજુના લોકો એકઠા થઇ જતા મનોજભાઈ સ્થળ ઉપરથી જાન બચાવી ભાગી ગયેલ જે બાદ મનોજભાઈને પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે મનોજભાઈ દ્વારા બંને આરોપીઓ નિલેશભાઈ ખીમજીભાઈ વાણંદ તથા રઘુભાઈ કાઠી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!