બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વાંકાનેર પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન વાંકાનેરના પતાળીયા પુલ પાસે સ્મશાન નજીક બાવળની ઝાડીની બાજુમાં એક શખ્સ પ્લાસ્ટિકની શંકાસ્પદ થેલી સાથે નીકળતા પોલીસે તેની તપાસ કરી હતી. જેમાં આ શખ્સ રવિ ઉર્ફે કાશી કાળું વાંસાણી હોવાની અને તેની પાસે પ્લાસ્ટિકની થેલીમાં તેમજ બોટલમાં દેશીદારૂ હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસના હાથમાંથી છટકવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ પોલીસથી બચવા માટે આરોપી પોતાની પાસે રહેલી બોટલમાંથી પેટ્રોલ જેવા પ્રવાહીને શરીર ઉપર છાંટી દીધું હતું આથી કઈ અજુગતું બને તે પહેલાં જ પોલીસે આરોપીને સંકજામાં લીધો હતો અને તેની પાસે રહેલો દેશી દારૂનો જથ્થો પણ કબ્જે કર્યો હતો. પોલીસે હાલ આરોપી સામે ફરજમાં રુકાવટ અને પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી તેની તેનો કોવિડ-૧૯ સંબંધિત મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.