વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઇ દેત્રોજા નામના યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને પરિવારજનો દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી દેવજીભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસ મથકમાં કરી હતી, જેથી પોલીસે હાલ અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.