વાંકાનેરનાં નવાપરા રામકૃષ્ણનગર હનુમાનજી મંદીર પાસે પંચાસર રોડ ખાતે એક તરુણીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા રામકૃષ્ણનગર હનુમાનજીમંદીર પાસે પંચાસર રોડ ખાતે રહેતી રીતીશા અજયભાઇ રીબડીયા નામની ૧૮ વર્ષીય તરુણીએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી હતી અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.









