વાંકાનેરમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાડીમાં પાણી આવેલ જેવી નજીવી બાબતે એક યુવકને વળી માલિક દ્વારા માર મારવામાં આવ્યો છે. અને ઈસમે યુવકને કુહાડી ઝીંકી દેતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં રાજાવડલા કલાવાળી ધોરડી ખાતે રહેતો અને ડ્રાઈવીંગનું કામ કરતો લાલાભાઈ સામતભાઈ ગમારા નામનો યુવક તેને તરસ લાગતા ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા (રહે-નવા રાજાવડલા તા.વાંકાનેર)ની વાડીએ પાણી પીવા ગયેલ ત્યારે વળી માલિકે યુવકને ગાળો આપતા યુવકે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને ડાબા હાથે કુહાડી વતી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.