વાંકાનેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોટરસાઈકલ લઈ પેટ્રોલ પુરાવવા જઈ રહેલ યુવકને ચાર ઈસમોએ લોકી પાઈપ વતી હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરની જીનપરા શેરી નં.૧૩ ખાતે રહેતો કનુભાઇ ઉર્ફે વીકી રમેશભાઇ ચૌહાણ નામનો યુવક ગઈકાલે સાંજના સમયે પોતાનુ જીજે-૩૬-એ-૧૮૨૪ નંબરનું મોટરસાઇકલ ચલાવી અને પેટ્રોલ પુરાવા જતો હતો. ત્યારે મુનીયો ભરવાડ, ભલાભાઇ ભરવાડ, પકો પાચાભાઇ ભરવાડ તથા ઘના પાચાભાઈ ભરવાડ (રહે.બધા જીનપરા વાંકાનેર) નામના આરોપીઓએ સામેથી મોટરસાઇકલ લઇ આવી યુવકને રોકી ઝાપટ મારી પાઈપ વતી માથાના ભાગે તથા વાસાના ભાગે માર મારી ગાળુ આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.