વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા પોટરી સામે રહેતા પુષ્પાબેન રાજેશભાઇ બારોટ (ઉ.વ.૩૮) એ તેના કૌટુંબિક દેરાણી સોનલ કીશનભાઇ બારોટ (રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર) તેમજ તેમના ભાઈઓ રોહિત તેજાભાઇ રાઠોડ, રાહુલ તેજાભાઇ રાઠોડ (રહે બન્ને લતિપર તા.ટંકારા) વિરુદ્ધ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને આરોપી સોનલબેન કીશનભાઇ બારોટ દેરાણી થતા હોય પણ અગાઉનુ જુનુ મનદુખ હોવાથી બન્ને ને કોઈ વ્યવહાર પણ નથી એમ છતાં ગઈ તા.૧૦ ફેબ્રુઆરી ના રોજ સાંજે વાગ્યાની આસપાસ તેની ઘરે મહેમાન આવતા આરોપી દેરાણી સોનલબેન તેમના ઘરે ગયા હતા જેમાં ફરિયાદીએ પોતાના ઘેર આવવાની ના પાડતા માઠું લાગ્યું હતું જેથી સાંજના છ વાગ્યે આરોપી સોનલબેને તેના બે ભાઈઓને બોલાવી ફરિયાદીના ઘર પાસે આવી માથાકૂટ કરી બીભત્સ અપશબ્દો કહી દેરાણીના ભાઈઓએ છરી થી ફરિયાદી દેરાણીના જમણા હાથે માર મારી ઇજા કરતા સારવાર લીધા બાદ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી વાંકાનેર પોલીસે હાથ ધરી છે.