મળતી માહિતી અનુસાર વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતા નાગરભાઇ વાઘજીભાઇ દલસાણીયા ઉવ.૫૭ને જુની કોઈ બીમારી હોય જે બીમારીની પ્રાથમીક સારવાર વાંકાનેર સર્જરી હોસ્પિટલ ખાતે ચાલુ હોય તે દરમિયાન વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન નાગરભાઈ દલસાણીયાનું મોત નિપજતા જે અંગે રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક વાંકાનેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઇન્કવેસ્ટ પંચનામું કરી આગળની તબીબી કાર્યવાહી સબબ મોકલી આપેલ હોય ત્યારે મૃત્યુ અંગેની વર્કાબેર સીટી પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.