Tuesday, September 17, 2024
HomeGujaratવાંકાનેરમાં લોડર વાહનનાં ચાલકે રિવર્સ લેતી વેળાએ મહિલાને હડફેટે લેતા મહિલાનું કમકમાટી...

વાંકાનેરમાં લોડર વાહનનાં ચાલકે રિવર્સ લેતી વેળાએ મહિલાને હડફેટે લેતા મહિલાનું કમકમાટી ભર્યું મોત

વાંકાનેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બ્રાઉનીયા પેપરમીલમાં લોડર વાહનનાં ચાલકે રિવર્સ લઈ ત્યાં ઉભેલ મહિલાને હડફેટે લીધી હતી. જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પંચાસીયામાં અદેપર રોડ પર આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં રહેતી સાગરદેવી કરણસીંહ રસીયા નામની પરણિત મહિલા ગત તા.૧૫/૧૧/૨૦૨૨ ના સવારના સમયે બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરી રહી હતી. ત્યારે જી.જે-૩૬-એસ.૨૮૧૯ નંબરનાં લોડર વાહનનાં ચાલક દાહોદના ખરસાણામાં રહેતા ગુમાનભાઇ જોગડાભાઇ કટારાએ પોતાનું વાહન બેફીકરાઇથી રીવર્સ ચલાવી સાગરદેવી કરણસીંહ રસીયાને હડફેટે લઇ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડતા તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ગુમાનભાઇ જોગડાભાઇ કટારા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ-૨૭૯, ૩૦૪(અ) એમ.વી.એકટ-૧૭૭, ૧૮૪ મુજબ મહિલાના પતિ કરણસીંહ રસીયા પટેલે ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!