Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેરમાં દીકરીને ભગાડી જનાર યુવકના પરિવાર ઉપર દીકરીના પિતા સહિત શખ્સોએ કર્યો...

વાંકાનેરમાં દીકરીને ભગાડી જનાર યુવકના પરિવાર ઉપર દીકરીના પિતા સહિત શખ્સોએ કર્યો હુમલો

યુવકના પિતા તથા ભાઈ સહિતના પરિવારના સભ્યોને બેટ તથા ઢીકાપાટુનો માર માર્યો

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરમાં હરીપાર્ક સોસાયટીમાં રહેતા પરિવારના પુત્ર દ્વારા આરોપીની પુત્રીને ભગાડી ગયો હોય તેવા આક્ષેપ સાથે પુત્રીના પિતા સહિતના ત્રણ શખ્સો યુવકના ઘરે આવી યુવકના પિતા તથા ભાઈ સહિતના પરિવારના સભ્યોને બેફામ ગાળો આપી લાકડાના બેટ તથા ઢીકાપાટુ વડે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં હરીપાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઇ રમેશભાઇ જોલાપરા ઉવ.૨૪ એ આરોપી સંજયભાઇ વસીયાણી રહે.લુણસર ગામ તા.વાંકાનેર જી.મોરબી તથા અન્ય બે અજાણ્યા ઇસમો સહિતના વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૫/૦૬ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે આરોપી સંજયભાઈ વિષ્ણુભાઈના ઘરે હરીપાર્ક સોસાયટી ખાતે આવી વિષ્ણુભાઇને બોલાવી તેમના પિતાને કહેલ કે મારી દિકરીને તમારો દિકરો ભગાડી લઇ ગયેલ છે જે બાબતનો ખાર રાખી આરોપી સંજયભાઈની સાથે આવેલ બે અજાણ્યા માણસોએ વિષ્ણુભાઇને તથા તેના પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી આરોપી નં. લાકડાના બેટ વતી માર મારી તેમજ સાથેના બે અજાણ્યા ઇસમોએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!