Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમાં યુવક દવાખાને દવા લેવા ગયો અને પરત આવી જોયું તો બાઈક...

વાંકાનેરમાં યુવક દવાખાને દવા લેવા ગયો અને પરત આવી જોયું તો બાઈક ગાયબ !

વડોદરા શહેરમાં પ્રતિદિન વાહન ચોરીની ઘટના સામે આવી રહી છે. ચિંતાજનક બાબતે છે કે, તેની સામે ડિટેકશનનું પ્રમાણ ઘણું ઓછું છે. ત્યારે વાંકાનેરમાં આવેલ દેલવાડીયા સાહેબના દવાખાના પાસેથી વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં શાકભાજી માર્કેટ યાર્ડ પાછળ પ્રધ્યુમન પાર્ક પાસે મનસા નગર ખાતે રહેતા મુકેશભાઇ હીરાભાઇ વરૂ ગત તા.૨૧/૦૩/૨૦૨૩ ના બપોરના સમયે પોતાનું GJ-03-KG-9014 નંબરનું રૂ.૩૦,૦૦૦/- ની કિંમતનું હિરો સ્પ્લેન્ડ પ્સલ મોટર સાયકલ લઈ વાંકાનેર દેલવાડીયા સાહેબના દવાખાના પાસે આવેલ હતા. જ્યાં તેઓએ દવાખાના પાસે પોતાની બાઈક પાર્ક કરી હતી અને થોડા સમય બાદ પરત આવીને જોતા તેઓને પોતાની બાઈક સ્થળ પર હાજર જોવા ન મળતા તેઓએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!