વાંકાનેરમાં નવાપરા માં અગાઉ થયેલ ગાળાગાળી નો ખાર રાખી ફરીથી બે ફરિવારો બાખડયા હતા જેને લઈને બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં વાંકાનેરના ધીરુભાઈ બીજલભાઈ અદગામા (ઉ.૫૫ રહે.નવાપરા નિશાળ સામે ની શેરીમાં) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ ફરિયાદીના દીકરા જીગ્નેશને અનિલભાઈ રમેશભાઈ નામના આરોપીએ ગાળો આપેલ હોય જે બાબતનો ખાર રાખીને ગત તા ૧૨ ના રોજ મોડી રાત્રીના આરોપી અનિલ રમેશભાઈ, હકાભાઈ નારણભાઇ, સુનિલભાઈ કમાભાઈ, વિજયભાઈ કમાભાઈ, તુષારભાઈ મુકેશભાઈ, રાજનભાઈ હકાભાઈ, અર્જુનભાઇ હકાભાઈ અને વિશાલભાઈ હકાભાઈ અને ત્રણ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી અને તેમના પત્ની રંજનબેન સુતા હતા ત્યારે ધસી આવી ભૂંડાબોલી ગાળો આપીને લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા અને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે રમેશભાઈ ઉર્ફે હકાભાઈ નારણભાઈ બાબરીયા (ઉ.૩૯ રહે.ખડીપરા વિસ્તાર નવાપરા વાંકાનેર) વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ ફરિયાદીના ભાણેજ અનિલ રમેશ વણોદા ને આરોપી જીગ્નેશ ધીરુભાઈ અદગામા એ ગાળો આપેલ હતી તે બાબતે ઠપકો આપવા આરોપીના ઘરે જતા આરોપી ધીરુભાઈ બીજલભાઈ અદગામા, રંજનબેન ધીરુભાઈ અદગામા અને જીગ્નેશભાઈ ધીરુભાઈ અદગામા એ એક ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો દઈ લાકડી વડે હુમલો કરતા માથા અને હાથમાં ઈજાઓ પહોચાડી હતી અને ફરિયાદીના ભાણેજ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને આરોપીઓ ને ઝડપી લેવા સહિતની કવાયત હાથ ધરી છે.