Thursday, January 16, 2025
HomeGujaratવાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો લોખંડના કેરીયર વડે યુવાન પર...

વાંકાનેરમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો લોખંડના કેરીયર વડે યુવાન પર તૂટી પડ્યા

વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા યુવાનને ચાર વર્ષ અગાઉ ભરવાડ શખ્સ સાથે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી બે ઈસમોએ યુવાનને માર મારી પગ ભાંગી નખ્યાં હતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હસનભાઇ ઈશાભાઇ જીંદાણી (ઉ.વ.૩૨ને રહે.વાંકાનેર સીપાઇશેરી જી-મોરબી) ચારેક વર્ષ પહેલા રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો જેનું વેર વળવા તેના કુટુમ્બી ભાઇઓ આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનો મોનાભાઇ ભરવાડ અને અનીલ બુટાભાઇ લામકા (રહે.વાંકાનેર ભરવાડ પરા) એ વાંકાનેર પુલ દરવાજા ચોક નજીક હસનભાઇ જીંદાણી પર લોખંડના કેરીયર વડે હુમલો કર્યો હતો. જેને પગલે યુવાનને માથામા તથા જમણા હાથમા અને બંને પગમા ફેકચર જેવી ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે હસનભાઇએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ-૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!