Wednesday, November 20, 2024
HomeGujaratવાંકાનેરમાં ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા બે શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

વાંકાનેરમાં ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી કરતા બે શખ્સોએ યુવાનને ઢીબી નાખ્યો

વાંકાનેરના જીનપરા રામજીમંદીર પાસે રોડ ઉપર રૂપિયવાની લેતી દેતીના ડખ્ખામાં બે ઈસમોએ યુવાનને લમધાર્યો હોવાનું સામે આવ્યું છે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત અનુસાર વાંકાનેર જીનપરા શેરી નં.૧૨માં રહેતા વિશાલભાઇ વિનોદભાઇ અઘારા નામના ૨૩ વર્ષીય યુવાને તે જ વિસ્તારમાં રહેતા દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ કોળીને ઉછીના રૂપિયા આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ કોળી અને સાગર સલાભાઇ કોળી (રહે.બન્ને વાંકાનેર જીનપરા) પસંદ ન પડ્યું હતું જેને લઈને બન્નેએ વિશાલભાઇને માથામાં પાઇપ વતી એક ઘા ઝીકી દેતા તેને ત્રણ ટાંકા આવ્યા હતા. વધુમાં બન્નેએ એકસંપ કરી યુવાનને ઢીબી નાખ્યો હતો આ અંગે યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી.ક-૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!