મોરબી જિલ્લામાં ગઈકાલે બે અકાળે મોતના બનાવો સામે આવ્યા હતા. જેમાં વાંકાનેરનો યુવક માનસીક રીતે બીમાર હોય જેથી તેણે ખડમા છાટવાની દવા પી આપઘાત કર્યો હતો. જયારે બીજા બનાવમાં લક્ષ્મીનગર પાસે કાયસન પોલીમર્સ LLP કંપનીમા કામ કરતી વેળાએ યુવકનું ક્રેઈન વોઈઝ ઉપરથી પડતા જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, વાંકાનેરનાં ભલગામે રહેતા વિશાલભાઇ કાળાભાઇ મારૂ માનસીક રીતે બીમાર હોય જેથી ગઈકાલે સવારના સમયે પોતાની વાડીએ ખડમા છાટવાની દવા પી જતા તેને તાત્કાલિક પ્રથમ સારવાર માટે ગીરીરાજ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યો હતો અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં લક્ષ્મીનગર પાસે કાયસન પોલીમર્સ LLP કંપનીમા રહેતા મુકેશભાઈ રામજીભાઈ અસારી ગત તા.૨૨/૦૮/૨૩ ના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર પાસે કાયસન પોલીમર્સ LLP કંપનીમા મશીન પર કામ કરતી વખતે ક્રેઈન વોઈઝ ઉપરથી પડતા દર્દીને કમરના ભાગે ઈજા થતા પ્રાથમિક સારવાર માટે ક્રિષ્ના હોસ્પીટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સીનર્જી હોસ્પીટલમા દાખલ થયેલ જે સારવાર દરમ્યાન તેનું ગત તા. ૨૬/૦૮/૨૩ ના મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.