મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાંચના પદાધિકારીઓનો ગત વર્ષ ૨૦૨૩-૨૪નો કાર્યકાળ પૂરો થતા તા.૧૫ સપ્ટેમ્બરના રોજ નવા હોદેદારો માટેનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવનિયુક્ત તમામ સભ્યોને ગત વર્ષની એસોસિએશન ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન બ્રાંચની ટીમનો ગતવર્ષ ૨૦૨૩-૨૦૨૪નો કાર્યકાળ પૂરો થતા તારીખ ૧૫ સપ્ટેમ્બરના રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમારોહની શરૂઆતમાં ગત વર્ષની કામગીરીનો સંપૂર્ણ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મોરબી બ્રાંચના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં વર્તમાન વર્ષે એટલે કે નવા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની ટીમ માટે પ્રેસિડેન્ટ તરીકે ર્ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી તરીકે ર્ડો.હીનાબહેન મોરી તથા ખજાનચી તરીકે ર્ડો.ચિરાગ અઘારાએ ચાર્જ સંભાળેલ હતો. આ તકે ગત વર્ષની ટીમના પ્રેસિડેન્ટ ર્ડો.નિકુંજ વડાલીયા, સેક્રેટરી ર્ડો.વિરલ લહેરુ સમગ્ર હોદેદારો તથા સિનિયર IMA મેમ્બર્સ ર્ડો.કગથરા સાહેબ, ર્ડો.સતીશ પટેલ સાહેબ, ર્ડો.ભાડેશિયા સાહેબ, ર્ડો.ભૂત સાહેબ વગેરે અને તમામ સભ્યોએ તેમને નવનિયુક્ત ટીમને આવકારીને ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બ્રાંચના પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત તમામ હોદ્દેદારોને કરવામાં આવતી કામગીરી સોંપવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમના અંતે કરાઓકે તથા મ્યૂઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.