ભાજપના અનેક મોટા ગજાના નેતાઓની ટીકીટ કપાવા મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખનુ નિવેદન:વાપરી ને મૂકી દેતા હોય કે લોકોમાં નારાજગી હોય ટીકીટ કાપવાનું કારણ જાહેર કરવું જોઈએ”
મોરબી જિલ્લામાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.
છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ પક્ષમાં ખેંચતાણ બાદ કિશોરભાઈ ચીખલીયા ને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નિયુક્તિ બાદ વિધિવત આજરોજ પદગ્રહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર ફુલહાર કરીને રવાપર ગામ નજીક ઉજવલ ફાર્મમાં પોતાના ભાષણ દરમિયાન ભાજપ પક્ષ પર શબ્દો થી પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તા ને લઈ જતા હોય છે ત્યારે ઘણા કોંગ્રેસ પક્ષના વફાદાર છે જે આ સભા માં કાર્યક્રમમાં ઉપસ્થિત છે તેમજ કોંગ્રેસ પક્ષે જેને ઘણી વાર ધારાસભ્ય બનાવ્યા છે ઘણું આપ્યું છે ત્યારે સંઘર્ષ ના સમયે ભાજપ નો હાથ પકડી ને જતા રહ્યા છે તે લોકોને મનાવી ને સમજાવી ને પરત લઇ આવવાની જવાબદારી જિલ્લાના તમામ કોંગ્રેસ પક્ષ ના કાર્યકર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની છે.
તેમજ ભાજપ દ્વારા ઉમેદવારો ની યાદી જાહેર કરવા માં અનેક મોટા નેતાઓની ટીકીટ કપાઈ છે ત્યારે તેની પ્રતિક્રિયામાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લોકોમાં નારાજગી હોય કે વાપરીને મૂકી દેતા હોય ટીકીટ કાપવાનું જે કારણ હોય ઍ જાહેર કરવું જોઈએ અને ગુજરાત કોંગ્રેસની બેઠક પૂર્ણ થઈ ગઈ છે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. તેવી વાત કરીને પોતાની વાણી ને વિરામ આપ્યો હતો તેમજ આ પદ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય લલિત કગથળા ,લલિત વસોયા,જાવેદ પીરઝાદા કોંગ્રેસ અગ્રણીઓ ની ઉપસ્થિતી રહી હતી.