હળવદની સ્વાદ પ્રિય જનતા માટે ધનાળાના પાટીયા પાસે અમરદીપ ફુડ કોર્ટ (ઓનેસ્ટ હોટેલ) ભવ્યતિભવ્ય શુભારંભ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં પૂર્વ મંત્રી,સંસદ સભ્ય, ધારાસભ્ય,સહિતના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના ધનાળા પાટીયા પાસે
અમદાવાદ કચ્છ હાઇવે રોડ હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પી ઝાલા દ્વારા અમરદીપ ફૂડ કોર્ટ ઓનેસ્ટ હોટેલ નો શુભારંભ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયા (પાણી પુરવઠામંત્રી), જગદીશભાઈ મકવાણા (નાયબ મુખ્ય દંડક ગુજરાત રાજ્ય), વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ,મોરબી), કેશરીદેવસિંહ ઝાલા ( સાંસદ રાજ્યસભા), આઈ.કે જાડેજા (માજી મંત્રી ગુજરાત રાજ્ય), જયંતિલાલ કવાડિયા ( ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ),ચંદુભાઈ શિહોરા (સાંસદ, સુરેન્દ્રનગર), બ્રિજેશભાઈ મેરજા (માજી મંત્રી ગુજરાત રાજ્ય) કિરીટસિંહ રાણા (ધારાસભ્ય),પરસોત્તમભાઈ ( પૂર્વ ધારાસભ્ય) કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય,મોરબી) રણછોડભાઈ દલવાડી ( પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી) પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા)દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના રાજકીય તથા સામાજીક આગેવાનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ મહેમાનો દ્વારા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા અમરદીપ ફૂડ કોર્ટ પરિવારને ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામા આવી હતી.